દુબે અને પાંડે જેવા ખંડણીખોરો બેફામ બનશે તો ગુજરાતીઓ ક્યાં જશે..? : એક માશૂમ દીકરીનો સળગતો સવાલ

દુબે અને પાંડે જેવા ખંડણીખોરો બેફામ બનશે તો ગુજરાતીઓ ક્યાં જશે..? : એક માશૂમ દીકરીનો સળગતો સવાલ

Spread the love

દુબે અને પાંડે જેવા ખંડણીખોરો બેફામ બનશે તો ગુજરાતીઓ ક્યાં જશે..? : એક માશૂમ દીકરીનો સળગતો સવાલ

 

ગતિશીલ ગુજરાત, વિકાસશીલ ગુજરાતની વાતો વચ્ચે ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ આકાર લઇ રહી છે જેને નજર અંદાજ કરવી એ ગુજરાતના લોકો અને સરકારની ભયંકર મોટી ભૂલ હશે. તાજેતરમાં અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એક એફ.આઈ.આર. મુજબ ફરિયાદી યુવતી હજી તો માંડ યુવાનીના ઉમરે આવીને ઉભી છે, એવી યુવતીને ફોન કરી, મેસેજ કરી, રૂબરૂ ઘરે જઈ કાયદાના કોઈ જાતના ડર અને ખોફ વિના કરોડો રૂપિયાની ખંડણી માંગનાર તત્વો આજે ગુજરાતમાં બેફામ કેમ છે..? કોણ રક્ષણ આપી રહ્યું છે આવા માથાભારે વ્યક્તિઓને..? આવા અનેક પ્રશ્નો સામાન્ય નગરજનોને થાય તે સ્વાભાવિક છે અને તે ચિંતાનો વિષય પણ છે.

આ કેસની ટૂંકી વિગતો એવી છે કે નવરંગપુરા પોલીસ સ્ટેશનની હદમાં સી.જી.રોડ પર આવેલ એક બંગ્લોઝમાં રહેતો સોની પરિવાર ઝેડ પ્લસ સિક્યુરીટી અને ઝેડ પ્લસ નામની યુટ્યુબ ચેનલ ધરવતા વિનય દુબેના સંપર્કમાં આવે છે, વિનય દુબે અને સોની પરિવારના રવિ સોની વચ્ચે મિત્રતા થાય છે, બંને વચ્ચે લાખો રૂપિયાની લેતી દેતી થાય છે અને આ વ્યવહાર અનેક મહિનાઓ સુધી ચાલે છે, તે દરમ્યાન રવિ સોનીના ઘરે ઇન્કમટેક્ષ વિભાગની રેડ પડે છે અને નીતિ નિયમ મુજબ કાર્યવાહી થાય છે, બસ આ વાત પર વિનય દુબે રવિ સોનીની બેન કે જે આ કેસમાં મુખ્ય ફરિયાદી છે તેને ફોન કરીને આ કેસની વિગતો મીડિયામાં જાહેર નહી કરવા માટે ત્રણ કરોડ જેવી રકમ માંગે છે, ફરિયાદી એ ઉપરોક્ત રકમ આપવાની ના પાડતા વિનય દુબે પોતાના મિત્ર એવા ખૂન કેસના આરોપી અર્પણ પાંડેને પ્રિય સોનીના ઘરે લઇ જાય છે, જે તે વખતે ત્યાં ઉપસ્થિત સિક્યુરીટી રજીસ્ટરમાં અર્પણ પાંડે ખોટું નામ અને ખોટો નંબરથી એન્ટ્રી કરે છે અને ફરિયાદીના ઘરમાં બેસી તેને વ્હોટસઅપમાં પોતાના ફોટા મોકલી અમે તારા ઘરમાં બેઠા છીએ પૈસા તો તારે આપવા જ પડશે, મારો મિત્ર ખૂન કેસમાં અંદર જઈ આવેલો છે જેવી ધમકીઓ આપી એક યુવતીને માનસિક રીતે ડરાવવાનો અને ભયભીત કરવાનો પ્રયાસ કરે છે, એફ.આઈ.આર. દાખલ થયા બાદ ફરિયાદીઓ પોલીસના હાથમાં આવતા નથી અને નામદાર સેશન કોર્ટમાં જઈ આગોતરા જમીન લઇ આવે છે, આ બધું એવી રીતે ચાલી રહ્યું છે જાણે ગુજરાત હવે ગુજરાત નથી રહ્યું તેની બદલે યુ.પી. કે બિહાર બની ગયું છે.

આ કેસમાં કોણ સાચું છે કોણ ખોટું છે તે તો પોલીસ તપાસ પછી બહાર આવશે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ આરોપીઓ જે રીતે બિન્દાસ બની લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે, ધમકીઓ આપી રહ્યા છે, એફ.આઈ.આર. દાખલ થાય તો પોલીસ પકડથી દુર રહી શક્યા છે, આ સારા અને ઉજ્જવળ ભવિષ્યની નિશાની નથી, નથી અને નથી જ

ગુજરાત બહારથી આવી ગુજરાતમાં સ્થાઈ થયેલા અનેક પરિવારો આજે ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી પોતાના કુટુંબ કબીલા સાથે શાંતિપ્રિય નાગરિક બની રહે છે, પરંતુ હજી કેટલાક અપવાદ જેવા લોકો ગુજરાતમાં રહી ગુજરાતનું ખાઈ અને ગુજરાતીઓ ને યેનકેન પ્રકારે લૂંટવાની ફિરાકમાં ફરતા હોય છે જે સ્થિત આગળ જતા ખુબ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા તેને રોકવી તે પોલીસની પ્રાથમિક ફરજ છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *