ડ્રગ્સનો ઓવરડોઝ લેનાર અમદાવાદના બિલ્ડર પુત્રની પોલીસ તપાસ કેમ નહી..? : ગૃહમંત્રીને તોફાની તાંડવનો સીધો સવાલ

ડ્રગ્સનો ઓવરડોઝ લેનાર અમદાવાદના બિલ્ડર પુત્રની પોલીસ તપાસ કેમ નહી..? : ગૃહમંત્રીને તોફાની તાંડવનો સીધો સવાલ

Spread the love

અમદાવાદ શહેરના સુખી સંપન્ન પરિવારના નબીરાઓ દ્વારા ઓનલાઈન ડ્રગ્સ મંગાવી તેનો ઉપયોગ કરવાનું અને તેને વેચવાનું કૌભાંડ અમદાવાદ શહેર પોલીસ દ્વારા થોડા મહિનાઓ અગાઉ પકડી પાડવામાં આવ્યું હતું, પરંતુ કોઈ ચોક્કસ અને ભેદી કારણોસર માત્ર અને માત્ર બે ત્રણ દિવસમાં આ અંગેના સમાચાર તમામ મીડિયાએ પ્રસિદ્ધ કરવાના બંધ કરી દીધા હતા.

જેમાં આધારભૂત સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમદાવાદના એક નામાંકિત બિલ્ડરના પુત્રની ડ્રગ્સ ખરીદવામાં અને તેનું સેવન કરવામાં સીધી સંડોવણી હતી, અને જે તે સમયે બિલ્ડર પુત્રએ ડ્રગ્સનો ઓવરડોઝ લેતા તેની શારીરિક હાલત અંત્યત ખરાબ થઇ ગઈ હતી, જેના અનુસંધામાં અમદાવાદમાં આવેલ ઝાયડસ હોસ્પિટલ ખાતે બિલ્ડર પુત્રનો ત્રણ મહિના સુધી ઈલાજ ચાલ્યો હતો, જે વાત જગજાહેર છે, ત્રણ ત્રણ મહિના સુધી ચાલેલા ઈલાજ દરમ્યાન બિલ્ડર પિતાએ આ વાત મીડિયા કે અન્ય માધ્યમ સુધી ના પહોંચે તે માટે પોતાની પૂરી તાકાત કામે લગાડી દીધી હતી, કહેનારા તો એવું પણ કહે છે કે ઉપરોક્ત બિલ્ડર સાથે ભાગીદારીમાં કામ કરતા એક આઈ.પી.એસ. અધિકારી આખો આખો દિવસ અહી સિક્યુરીટી બની ઉભા રહેતા હતા.

આ આખી ઘટના અંગે અમદાવાદના લગભગ તમામ અખબારી તંત્રીઓ જાણે છે, તમામ વરિષ્ઠ પત્રકારો આ વાતને મૂક સંમતિ આપે છે, તો અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી ને આ બાબતની જાણ નહી હોય..? કે પછી કોઈ રાજકીય દબાણ કામ કરી રહ્યું હશે..?

તોફાની તાંડવ અખબાર દ્વારા ગુજરાતના ગૃહમંત્રીને આજે સીધો સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું આપનું ગૃહ ખાતું માલેતુજારોના નબીરાઓને ડ્રગ્સ લેવાની છૂટ આપે છે, શું શ્રીમતોને કાયદાની ઐસીતૈસી કરવાની છુટ આપે છે. જો આપનો જવાબ ના હોય તો તોફાની તાંડવ આપને ખુલ્લો પડકાર ફેંકીને જણાવી રહ્યું છે કે ઝાયડસ હોસ્પીટલમાં ત્રણ મહિના સુધી સારવાર લેનાર અમદાવાદના નામાંકિત બિલ્ડરનો પુત્ર શેની સારવાર લેતો હતો તેની તપાસ કરવો..? શા માટે તેને ત્રણ ત્રણ મહિના હોસ્પીટલમાં રાખવો પડ્યો અને એ વખતે કયા આઈ.પી.એસ.અધિકારી આવા ગુનેગારને બચાવવા ખડેપગે હાજર રહ્યા હતા.

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સનો કારોબાર વધી રહ્યો છે, ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાંથી પણ લગભગ દર પંદર વીસ દિવસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે ત્યારે સ્થાનિક કક્ષાએ આ રેકેટમાં કોણ કોણ સામેલ છે, કોણ તેનું સેવન કરે છે. સેવન કરવા માટે ડ્રગ્સ ક્યાંથી લાવે છે જેવી પ્રાથમિક તપાસ થાય તો શહેરની અંદર પણ મસમોટું કૌભાંડ બહાર આવે તેવી પૂરી શક્યતાઓ છે.

આ અંગે તોફાની તાંડવ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ખાનગી રહે તપાસ કરતા ઉપરોક્ત બિલ્ડરના પુત્રની સારવાર સમયથી કેટલીક વિગતો હાથ લાગી છે, જેમાં નિદાન દરમ્યાન ડોક્ટર દ્વારા આપવામાં આવેલી મેડીસીન ડ્રગ્સની અસર ઓછી કરવા માટેની હોવાનું સામે આવ્યું છે. આ અંગે આગામી ૨૨ સપ્ટેમ્બર મળનારી ગુજરાત વિધાનસભામાં આ પ્રશ્ન રજુ થાય અને તેની ન્યાયિક તપાસ થાય તે માટે તોફાની તાંડવ દ્વારા દરેક રાજકીય પક્ષના આગેવાનોને પત્ર લખી જાણ કરવાની તૈયારી કરી છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *