દિલ્હીનું દંગલ-૨૦૨૫, નવી દિલ્હી વિધાનસભા બેઠકની તાજી સ્થિતિનું સચોટ આંકલન

દિલ્હીનું દંગલ-૨૦૨૫, નવી દિલ્હી વિધાનસભા બેઠકની તાજી સ્થિતિનું સચોટ આંકલન

Spread the love

દિલ્હીની રસપ્રદ લડાઈ- નવી દિલ્હી વિધાનસભા બેઠક

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, કેજરીવાલ ત્રીજી વાર જીતી હેટ્રિક કરશે કે દિલ્હી જનતા સત્તા પરિવર્તન કરશે તેની પર આખા દેશની નજર ટકેલી છે, ત્યારે તોફાની તાંડવ દ્વારા પીઢ અનુભવી રાજકીય વિશેષજ્ઞ અશ્વિન વિઠલાણીને દિલ્હીના રાજકીય મેદાનમાં ગ્રાઉન્ડ રીપોર્ટ માટે મેદાનમાં ઉતર્યા છે, જ્યાં તેઓ જનતાનો સ્પષ્ટ અને સાચો અભિપ્રાય લઇ પોતાના અનુભવના આધાર પર આંકલન કરી જનતાને તાજી સ્થિતિથી વાકેફ કરશે.

નવીદિલ્હી વિધાનસભા સીટ ઉપરથી આમ આદમી પાર્ટીના સંયોજક અને સુપ્રિમો એવા પૂર્વ મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલ અને ભાજપના ઉમેદવાર પરવેશ વર્મા (ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના દીકરા) અને કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિત (દિલ્હીના ત્રણ ટર્મના મુખ્યમંત્રી સ્વ.શિલા દીક્ષિતના દીકરા) વચ્ચે કસોક્સની લડાઈ. ત્રણેય ઉમેદવારો અહી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને પ્રતિષ્ઠિત બેઠક હોવાથી પક્ષના કાર્યકરો પણ અહી પોતાની તમામ તાકાત પોતાના ઉમેદવારની તરફેણમાં લગાવી રહ્યા છે.

સ્થાનિક સુત્રો અને વિશ્લેષણ મુજબ અહી કાંટાની ટક્કર બાદ પણ મુખ્ય સ્પર્ધા આપ અને ભાજપ વચ્ચે રહેશે,કોંગ્રેસના સંદીપ દીક્ષિત(દિલ્હીના ત્રણ ટર્મના મુખ્યમંત્રી શિલાજી ના દીકરા) દસ હજાર કરતા વધારે મત લઈ જશે અને એ મતથી કોની હારનું નિમિત્ત બનશે એ ઈ.વી.એમ.ખુલશે ત્યારે ખબર પડશે. પણ હાલ અહી ખુબ જ કાંટાની ટક્કર જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

માહિતી સ્ત્રોત : અશ્વિન વિઠ્ઠલાણી (તોફાની તાંડવ ન્યુઝ)

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *