વિકાસશીલ ગુજરાતની નગ્ન હકીકત સામે પ્રજામાં ભારે આક્રોશની લાગણી
અમદાવાદના વિકાસસીલ ગણાતા વંદેમાતરમ વિસ્તારમાં ગઇ કાલના સાંજે શાયોના તિલક- ૩ ની બહાર એક સિનીયર સિટીજન ચાલતા જતા હતા ત્યાં સોસાયટીની બહાર કેટલાક બેજવાબદાર લોકો દ્વારા ઘરે વધેલો ખોરાક નાખવામાં આવેલ જેના કારણે રખડતી ગાયો દ્વારા આ ખોરાક ખાવા માટે ટોળે વળી હતી એજ અરસામાં ત્યાંથી પસાર થઇ રહેલ આજ વિસ્તારના એક સ્થાનિક આ સિનીયર સિટીજનને ગાયે અડફેટમાં લેતા સિનીયર સિટીજનને બહુ જ વાગેલ અને પગમાં ફેકચર થયેલ
હોવાનું જાણવા મળી રહેલ છે સ્થાનિક નાગરિકોએ ત્વરિત રીતે ૧૦૮ને કોલ કરી પીડિત વ્યક્તિને દવાખાનામાં દાખેલ કરેલ છે. વિકાસશીલ કહેવાતા આ વિસ્તારમાં આવી ઘટનાઓ આજ કાલ સામાન્ય થઇ રહી છે ત્યારે શહેરનો સામાન્ય માનવી પૂછી રહ્યો છે કે ઘોરનિંદ્રામાં સુતેલું આ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનનું વહીવટી તંત્ર ક્યારે જાગશે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા કચરાના નિકાલ માટે દરેક સોસાયટીની નજીકમાં યોગ્ય જગ્યાએ કચરા પેટી મુકવી જોઈએ જેથી સામાન્ય નાગરિકો કચરો રોડ પર ના ફેંકે. આ અંગે સ્થાનિક વ્યક્તિઓ સાથે વાત કરતા તેઓ ભારે રોષ સાથે જવાબદાર અધિકારીઓ સામે કડક હાથે પગલા ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. સાથે સાથે ગાયો ને રોડ પર છૂટી મુકનાર પણ આવી ઘટનાઓ માટે એટલા જ જવાબદાર છે તેમની સામે પણ કડક હાથે પગલા ભરવા જોઈએ તેવું સ્થાનિક નાગરિકો ઈચ્છી રહ્યા છે.
Leave a Reply