જાજરમાનથી જર્જરિત સુધી લોહાણા સમાજની સફર માટે જવાબદાર કોણ ? : લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા સામે લોકોને આક્રોશ કેમ છે..?

જાજરમાનથી જર્જરિત સુધી લોહાણા સમાજની સફર માટે જવાબદાર કોણ ? : લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા સામે લોકોને આક્રોશ કેમ છે..?

Spread the love

જાજરમાનથી જર્જરિત સુધી લોહાણા સમાજની સફર માટે જવાબદાર કોણ ? : લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા સામે લોકોને આક્રોશ કેમ છે..?

 

ઇતિહાસના પાના પર જે સમાજ એક જાજરમાન અતીત ધરાવે છે, જે સમાજમાં ભગવાન શ્રી રામ જન્મ્યા હોવાનું કહેવાય છે, જે સમાજમાં દાદા જશરાજ જેવા વીર યોદ્ધા હોવાના ઇતિહાસમાં પુરાવા મળી રહ્યા છે, જે સમાજના આજથી ત્રણેક દાયકા અગાઉ સુધી નાનામા નાના ગામથી લઇ શહેર સુધી દરેક જગ્યાએ લોહાણા અગ્રણીઓ હોવાનું નોંધાયેલ છે તે લોહાણા સમાજની આજે જે રીતે દુર્દશા છે તે બદલ જવાબદાર કોણ..? સમાજમાં એવું તો શું પરિવર્તન આવ્યું કે સમાજના યુવાનો અને વડીલો સમાજથી વિમુખ થવા લાગ્યા અને ફક્ત સત્તા લાલચુઓ અને ચોક્કસ મૂડીવાડીઓ ના હાથમાં જ સમાજની સંસ્થાઓ આવી ગઈ.

ખુબ જ ઊંડું ચિંતન અને મનન માંગી લે તેવો વિષય છે, દુઃખ સાથે લખવું પડી રહ્યું છે કે લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થામાં બિરાજમાન વ્યક્તિઓ પાસે આવતીકાલ અંગે નું કોઈ જ સુવ્યવસ્થિત આયોજન નથી જેને કારણે સમાજના સંગઠન નામ પુરતું છે, અને એજ કારણે સમાજનું રાજકીય અસ્તિત્વ પણ નામશેષ થઇ ગયું છે. પોતાના અંગત સ્વાર્થ અને પદ માટે સમગ્ર સમાજને કોઈ એક રાજકીય પક્ષનો ગુલામ બનાવી દેવાની નિમ્નકક્ષાની માનસિકતા આ સમાજના પતન માટે ચોક્કસ કારણભૂત ગણી શકાય.

જે રીતે રાજકીય પક્ષો બૂથ લેવલનું પ્લાનિંગ કરે છે તે રીતે જ સમાજની નાનામાં નાની સંસ્થાઓ અને નાનામા લોકોને જ્યાં સુધી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવામાં નહી આવી ત્યાં સુધી સમાજની એકતા શક્ય નથી, અને ત્યાં સુધી રાજકીય મજબૂતી પણ કોઈ કાળે શક્ય બની શકશે નહિ.

લોહાણા સમાજની સંસ્થાઓ જ જ્યાં સુધી એક બીજાની હરીફ બનશે, એક બીજાની નકલ કરવાનો પ્રયાસ કરશે, ચોક્કસ વ્યક્તિઓ પોતાની પદ લાલસા માટે નવી નવી સંસ્થાઓ બનાવશે ત્યાં સુધી સમાજના વિવિધ ભાગોમાંથી સમાજના અનેક ટુકડા થશે તે વાત નક્કી છે અને અને આજે એજ થઇ રહ્યું છે. લોહાણા સમાજને આજે એક એવા નીડર અને નિષ્પક્ષ આગેવાનની જરૂર છે જે કોઈ પણ જાતના ડર,ખોફ,લાલચ કે અંગત સ્વાર્થ વિના ભારતભરમાં વેરવિખેર હાલતમાં ફેલાયલ સમાજને એક કરી શકે.

લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થાની નબળું બંધારણીય માળખું, અને તેના કારણે સત્તામાં આવેલા લોકોની ઘરભરવાની નિયતને કારણે સમાજ નિરાશ, હતાશ અને અસંગઠિત હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. મજબૂત અને તંદુરસ્ત ચૂંટણી પ્રથા હટાવી જે વરણી સમિતિ પ્રથા નક્કી કરવામાં આવી તે સમાજના બંધારણીય માળખા ઉપર જનોઈ વઢ ઘા જેવી સાબિત થઇ છે.

યોગેશ લાખાણીથી શરુ થયેલી આ સફર આજે સતીસ વિઠ્ઠલાણી સુધી ચાલી આવી છે, યોગેશ લાખાણીએ નાણાકીય ગોટાળા નથી કર્યા પણ તેઓ પણ પોતાની ટર્મ પછી ગેરબંધારણીય પદ ઉભું કરી સત્તામાં રહ્યા હતા. પ્રવીણ કોટકે પ્રમુખ બન્યા પછી સમાજનું જે નુકશાન કર્યું છે તે ઐતિહાસિક છે જેની ભરપાઈ કરતા સમાજને હજી બીજા પંદર વર્ષ લાગી શકે છે. નાની નાની સંસ્થાઓને મૃતપાય કરવાથી લઇ, નાણાકીય ગોટાળા અને રાજકીય રીતે જે તેમના સાસનકાળમાં સમાજની અધોગતિ થઇ છે તેને શબ્દોમાં લખી શકાય તેમ નથી. એક સમયે તત્કાલીન પ્રમુખ યોગેશ લાખાણી સામે અનેક પ્રશ્નો ઉભી કરી લોહાણા મહાપરીષદને મુંબઈની હાઈકોર્ટ સુધી ખેંચી જનાર ટીમના મુખ્ય સભ્ય એવા સતીસ વિઠ્ઠલાણીને પ્રવીણ કોટકે પોતાના અંગત લાભ અને સ્વાર્થ ખાતર પ્રમુખ બનાવ્યા અને ત્યાં પણ કારણભૂત વરણી સમિતિ જ હોવાના અનેક પુરાવા મળી રહ્યા છે,

લોહાણા સમાજની કહેવાતી સર્વોચ્ચ સંસ્થાનું માળખું એવું છે કે તે ભારતભરના લોહાણા મહાજનોની સંસ્થા છે, વસ્તીના આધાર પર જે તે મહાજનો પોતાના પ્રતિનિધિને લોહાણા મહાપરીષદના સભ્ય તરીકે નામ મોકલી શકે તેવું તેનું બંધારણ છે, પરંતુ આજે હકીકત એવી છે મહાજન જેને ઓળખતું પણ ના હોય તેવા નમુના જેવા લોકો લોહાણા મહાપરીષદના ઉચ્ચ પદ ઉપર બિરાજમાન છે. એક પણ મહાજન એવું શક્તિશાળી કે કાબેલ નથી જે આ ગેરબંધારણીય માળખાને પડકારી શકે..!!! કારણ મહાજનો પોતે અસ્તવ્યસ્ત હાલતમાં છે, ભાગ્યે જ ભારતનું કોઈ એવું મહાજન હશે જેની પાસે પોતાના તાબામાં આવતા ગામોમાં વસતા જ્ઞાતિજનોની સાચી વસ્તી અંગેની માહિતી હશે.

ફક્ત મુઠ્ઠીભર વિદ્યાથીઓને ફી આપવી, કે મુઠ્ઠીભર લોકોને દવા માટે પૈસા આપવા તે લોહાણા મહાપરીષદનું મુખ્ય કામ જ નથી, એકતા અને સંગઠન જે મુખ્ય કામ છે તે કામ કરવાનું બંધ કર્યે વર્ષો થઇ ગયા છે. હવે ફક્ત અને ફક્ત ભગવાન ભરોસે આ સમાજ ચાલી રહ્યો છે. અયોધ્યામાં તો રામજીનું મંદિર બની ગયું છે હવે એ જોવાનું રહે છે કે રઘુવંશને રામ જેવું નેતૃત્વ ક્યારે મળે છે…!!!

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *