નામાંકિત અને પ્રતિષ્ઠિત જે.ડી.ગોહિલ પરિવાર દ્વારા ઉનાલી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન

નામાંકિત અને પ્રતિષ્ઠિત જે.ડી.ગોહિલ પરિવાર દ્વારા ઉનાલી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન

Spread the love

નામાંકિત અને પ્રતિષ્ઠિત જે.ડી.ગોહિલ પરિવાર દ્વારા ઉનાલી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન

નામાંકિત અને પ્રતિષ્ઠિત જે.ડી.ગોહિલ તથા તેમના પરિવારજનો દ્વારા કલોલ પાસે આવેલ ઉનાલી ખાતે ૨૫ એપ્રિલ થી ૩ મે દરમ્યાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, સુરધન દાદાનો હવન તથા શ્રીમદ રામાયણ નવાહન કથાનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતના નામાંકિત અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

જે.ડી.ગોહિલના અંગત મિત્ર અને પરિવારજન એવા ગુજરાતી ધરાનું આભુષણ ગણાતા કલાકારો શ્રી જીગ્નેશ કવિરાજ, વિશાલ કવિરાજ અને વરદાન કવિરાજ દ્વારા આ અવસરમાં એક સુંદર ડાયરાનું આયોજન કરેલ જેમાં ગુજરાત સહીત મુંબઈના અગ્રણી વેપારીઓ શ્રી વિજયભાઈ ક્યુરીફેશન, શ્રી અશ્વિનભાઈ આશાપુરા, રાધનપુર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ અદા સહીત જે.ડી.ગોહિલ પરિવારના અનેક નજીકના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

આ અવસરમાં ગુજરાતના અનેક નામાંકિત સંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જગન્નાથજી મંદિર અમદાવાદના ગાદીપતિ શ્રી દિલીપ દાસજી મહારાજ સહીત ગુજરાતના અનેક નામાંકિત સંતો ઉપસ્થિત રહ્યા હતા અને આ અવસરને આશીર્વાદ પાઠવ્યા હતા. સાથે સાથે ગુજરાતના અનેક જાણીતા ભુવાજીઓ પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

શ્રદ્ધા અને ભક્તિ સાથે આયોજિત આ જાજરમાન અવસરમાં ગુજરાતના અનેક ધારાસભ્યો, પૂર્વ મંત્રીશ્રીઓ, અમદાવાદ ગાંધીનગર સહીત અનેક મહાનગર પાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખશ્રીઓ,રાજકીય અગ્રણીઓ સહીત અનેક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ અવસરને દીપાવ્યો હતો.

આ જાજરમાન અવસરમાં ડાયરા દરમ્યાન જાણીતા કલાકાર શ્રી જીગ્નેશ કવિરાજ, શ્રી વિશાલભાઈ કવિરાજ અને શ્રી વરદાન કવિરાજ પૂર્ણ રૂપે ખીલી ઉઠ્યા હતા, ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ જનસેવાના કાર્યમાટે તે સમયે લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો.

આ કથામાં સૌને જે.ડી.ગોહિલ પરિવાર વતી શ્રી ગોવિંદસિંહજી કેશરીસિંહજી ગોહિલ, શ્રીમતી તખુબા ગોવિંદસિંહજી ગોહિલ તથા સ્વ.તાજુબા પરિવાર (ગામ-કોલટ, હાલ,બોપલ) તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *