સતત બીજા દિવસે પણ પાલડી પોલીસ દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન : પી.આઈ.સિંધુ સાહેબની સરાહનીય કામગીરી
અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.સિંધુ સાહેબ દ્વારા સ્થાનિક નાગરિકોને સાથે રાખી ગઈકાલે સાંજે ૪.૦૦ કલાકે ધરણીધર દેરાસર ચાર રસ્તા પાસે એક અનોખા અને નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોડ પર પસાર થઇ રહેલા દ્વિચક્રી વાહન ચાલકોને ઉતરાણનો તહેવાર નજીક હોવાથી દોરીથી કોઈ અકસ્માત ના સર્જાય તે માટે વાહન ઉપર ની:શુલ્ક રક્ષા કવચ (સેફટી ગાર્ડ) લગાવી આપવામાં આવ્યા હતા, અને જે લોકો હેલ્મેટ પહેરીને પસાર થતા હોય તેમને પોલીસ કર્મીઓ દ્વારા ગુલાબનું ફૂલ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા કરવામાં આવેલ આ માનવતાભરી નવી શરૂઆતની ચારેકારો પ્રસંશા થઇ રહી છે, ત્યારે આજે પણ સ્થાનિક નાગરીકો અને પી.આઈ.સિંધુ સાહેબ દ્વારા હજી આ કાર્યક્રમનો લાભ વધુ લોકોને મળે તે હેતુથી આજે તા.૧૧.૦૧.૨૦૨૨ ને બુધવારના રોજ સાંજે ૪.૦૦ કલાકે પાલડી પોલીસ સ્ટેશનના મહાલક્ષ્મી પાંચ રસ્તા નજીક આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અનેક રાહદારીઓ, સ્થાનિક વેપારીઓ અને સ્થાનિક લોકોએ પોલીસને મનભરીને વખાણ્યું છે અને અભિનંદન પાઠવ્યા છે.
Leave a Reply