અમદાવાદમાં બેફામ બનેલા જમીન માફિયા નવાબખાન પઠાણ સામે ગુજરાતની સરકાર મૌન કેમ ?

અમદાવાદમાં બેફામ બનેલા જમીન માફિયા નવાબખાન પઠાણ સામે ગુજરાતની સરકાર મૌન કેમ ?

Spread the love

અમદાવાદમાં બેફામ બનેલા જમીન માફિયા નવાબખાન પઠાણ સામે ગુજરાતની સરકાર મૌન કેમ ?

અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં આવેલ સ્વમીનારાયણ આર્ટસ કોલેજની કીમતી જમીન ઉપર દાદાગીરી અને ગુંડાગીરીના જોર ઉપર દબાણ કરી કરોડો રૂપિયાની કિંમતની કીમતી જમીન પચાવી પાડનાર નવાબ બિલ્ડર્સ સામે સ્થાનિક પોલીસ અને ગુજરાત સરકાર મહેરબાન કેમ છે..? હજારો વિદ્યાર્થીઓ જ્યાં ભણે છે અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કોલેજમાં ભણ્યા હોય તે કોલેજના વિદ્યાર્થીઓના હિત માટેની અને તેમના વિકાસ માટેની જગ્યા અને જમીન કોઈ જમીન માફિયા કેવી રીતે પચાવી શકે..? અને જો આવું થાય તો વિકાસની વાતો પોકળ અને ખોટી છે…? ડબલ એન્જીન સરકાર શું માત્ર સાંઠગાંઠ કરવા માટે જ છે..? શું મતની રાજનીતિ કરવા ભારતીય જનતા પક્ષના શાસકો આટલી નિમ્ન કક્ષાએ જાય છે કે હજારો વિદ્યાર્થીઓનું હિત જોવાના બદલે એક બિલ્ડરનું હિત જોવે છે.

આ કેસની પ્રાથમિક વિગત એવી છે કે વર્ષો અગાઉ સ્વામીનારાયણ કોલેજના ટ્રસ્ટીઓ સાથે યેનકેન પ્રકારે સંબંધ કેળવી નવાબ બિલ્ડર દ્વારા કોલેજની જગ્યામાં પોતાના વ્યવસાયના સાધનો મુકવા દેવા માટે વિનંતી કરતા કોલેજના ટ્રસ્ટીઓએ મોટું મન રાખી હા પાડી હતી જેનો તદ્દન અને સદંતર દુરુપયોગ કરી નવાબ બિલ્ડર દ્વારા જેતે જગ્યા ખાલી કરી નહોતી અને કોલેજના ટ્રસ્ટીઓને જે તે જગ્યા વેચવા માટે મજબૂર કર્યા હતા, જેમાં કોલેજના ટ્રસ્ટીઓએ એ શરતે વેચવાની તૈયારી બતાવી હતી કે જો ચેરીટી કમિશ્નર મંજૂરી આપશે તો જ આ સોદો કરીશું અન્યથા બાનાની તમામ રકમ વગર વ્યાજે પરત કરીશું, ત્યારબાદ બાનાખત થયું અને વેચાણ કરાર અગાઉ ચેરીટી કમિશનરે ઉપરોક્ત સોદાને નામંજૂર કર્યો હતો, ત્યારે નક્કી કરેલા મુજબ નવાબ બિલ્ડરે પૈસા પાછા લઇ જમીનનો કબજો કોલેજને પરત કરવો જોઈતો હતો પરંતુ તેમ કરવાના બદલે નવાબ બિલ્ડર દ્વારા ૧૨૦૦૦ વાર જગ્યાનો થયેલા કરાર સામે કોલેજની ૧૮૦૦૦ વાર જગ્યા ઉપર કબજો કરી વિવાદી ના હોય તેવી પણ ૬૦૦૦ વાર જગ્યા પચાવી પાડી છે જેમાં કોલેજના પ્રિન્સીપાલ સહીત અનેક અગ્રણી વ્યક્તિઓ આજદિન સુધી પોલીસ સ્ટેશન અને કલેકટર કચેરીના ધક્કા ખાઈ ચુક્યા છે જેનું આજદિન સુધી પરિણામ શૂન્ય રહ્યું છે.

આ અંગે અગ્રણી વિદ્યાર્થી નેતા અને કોલેજના પૂર્વ વિદ્યાર્થી ભૌમિક સોખડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગણી કરતા વડાપ્રધાન કચેરી દ્વારા રાજય સરકારને આદેશ કરી આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી છે જેમાં પણ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

આ અંગે સ્થાનિક રહેવાસીઓ અને વિદ્યાર્થીનું ભવિષ્ય જોઈ વર્તમાન સરકારે તાત્કાલિક યોગ્ય પગલા ભરવા જોઈએ તે ઇચ્છનીય છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *