ઝોન -૭ નાયબ પોલીસ કમિશ્નરના સાનિધ્યમાં પાલડી-વાસણા પોલીસ સ્ટેશન દ્વારા પાલડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન

ઝોન -૭ નાયબ પોલીસ કમિશ્નરના સાનિધ્યમાં પાલડી-વાસણા પોલીસ સ્ટેશન દ્વારા પાલડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન
અમદાવાદ શહેર પોલીસના ઝોન-૭ ના નાયબ પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ તેમના સાનિધ્યમાં પાલડી અને વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આજે તા.૨૬.૦૪.૨૦૨૫ ના રોજ પાલડી ચાર રસ્તા નજીક આવેલ કચ્છી જૈન સમાજની વાડી ખાતે થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવેલ છે, જેમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઝોન-૭ પોલીસના આ સરાહનીય કાર્યને બિરદાવવા માટે રક્તદાન કરી રહ્યા છે. જાગૃત નાગરિકો સાથે પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.પરમારે પણ રક્તદાન કર્યું હતું.

કચ્છી જૈન ભવન ખાતે રક્તદાન કરી રહેલ પાલડી પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી વી.બી.પરમાર સાહેબ
આજે સવારે ૯.૦૦ વાગ્યાથી શરુ થયેલો આ રક્તદાન શિબિર કેમ્પ બપોરે ૩.૦૦ વાગ્યા સુધી ચાલુ રહેવાનો હોઈ રક્તદાન શિબિરમાં રક્તદાન કરવા માંગતા વધુ દાતાઓએ કચ્છી જૈન ભવન ખાતે રક્તદાન કરવા પહોંચી જવા માટે અપીલ કરવામાં આવે છે.

Leave a Reply