પાલડીની વિમલનાથ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ માટે જવાબદાર કોણ ? કોર્પોરેટરો અને એસ્ટેટની મિલીભગત હોવાની પ્રબળ શક્યતાઓ

પાલડીની વિમલનાથ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ માટે જવાબદાર કોણ ? કોર્પોરેટરો અને એસ્ટેટની મિલીભગત હોવાની પ્રબળ શક્યતાઓ

પાલડીની વિમલનાથ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ માટે જવાબદાર કોણ ? કોર્પોરેટરો અને એસ્ટેટની મિલીભગત હોવાની પ્રબળ શક્યતાઓ

એલીસબ્રીજ મત વિસ્તારમાં આવેલ પાલડીના જેઠાભાઈ પાર્કપાસે આવેલ શાંતિવન વિસ્તારમાં આવેલ વિમલનાથ સોસાયટીમાં એક નહી, બે નહિ પરંતુ ત્રણ ત્રણ પ્લાન પાસ થયા વગરના બંગલા ઉભા છે, સ્થાનિક વ્યક્તિઓએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનનું સૌથી ભ્રષ્ટ અને લાંચીયુ ગણાતું એસ્ટેટ ખાતું અહી આવી દરવર્ષે નિયમિત રીતે હપ્તા લેતું હોવાથી માથાભારે કહેવાતા અને ઉંચી વગ ધરાવતા વ્યક્તિઓના ગેરકાયદેસર બાંધકામ તોડતું નથી, તોડવાની વાત છોડો અહી એક નોટીસ આપવા જેટલી પણ હિંમત બતાવી શકતું નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો શું ફક્ત ભાજપના ઝંડા લઈને ફરવા માટે જ જનતાના સેવક બની બેઠા છે..? કે ખરેખર તેમણે પ્રજા માટે કોઈ પણ કરવાના હોય છે..?

વિમલનાથ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી આ બાબતથી સંપૂર્ણપણે વાકેફ અને માહિતગાર હોવા છતાં આજદિન સુધી તેમણે સત્તધીશો સમક્ષ ફરિયાદ નોંધાવી નથી જે પણ એક ગુનો બને છે, જાણકાર સુત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ ગેરકાયદેસર બાંધકામ કરનાર વ્યક્તિ જૈન સમાજની એક સંસ્થાના ઉચ્ચ પદ ઉપર બિરાજમાન છે, અને પોતાનું ગેરકાયદેસર બાંધકામ બચાવવા માટે ગેરકાયદેસર જગ્યામાં દેરાસર બનાવી ભગવાનને પણ ગેરકાયદેસર જગ્યામાં બેસાડી ભગવાનની આડમાં પોતાનું ઘર બચાવી રહ્યા છે.

જો અન્ય હિંદુ, મુસ્લિમ સમાજના વ્યક્તિઓને આવી કોઈ વિશેષ સવલત ના મળતી હોય તો જૈન સમાજના વ્યક્તિને આવી વિશેષ સવલત શા માટે ..? શું ધારાસભ્ય જૈન છે માટે ..? શું કોર્પોરેટર જૈન છે માટે..? કે પછી એલીસબ્રિજના નેતાઓને હિન્દુઓની કોઈ જરૂર જ નથી…?

અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ આ બાબતે ત્વરિત પગલા નહી ભરે તો પાલડીના સ્થાનિક લોકો ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *