ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષના ઉમેદવારો વધુને વધુ લોકોને રૂબરૂ મળી પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અગાઉ જ્યાંથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડી ચુક્યા છે તે મણીનગર વિધાનસભા બેઠક પર આ વખતે વર્તમાન ધારાસભ્ય સુરેશ પટેલના સ્થાને ભારતીય જનતા પાર્ટીએ અમુલ ભટ્ટ પર પસંદગી ઉતારી છે, મણીનગર વિધાનસભા છેલ્લા વર્ષ ૧૯૯૦ થી ભારતીય જનતા પક્ષનો ગઢ રહી છે, આ વીસ્તારમાં વસતા લોહાણા સમાજના જ્ઞાતિજનો મુખ્યત્વે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા રહ્યા છે.
આગામી ચૂંટણીમાં અમુલ ભટ્ટને મદદ કરવા અને તેમને સમર્થન આપવા માટે સમાજના જાગૃત અને અગ્રણી આગેવાનો શ્રી વિપુલ ઠક્કર, શ્રી હિરેન ઠક્કર, શ્રી જયેશભાઈ ઠકકર, શ્રી પરાગભાઈ ઠક્કર જેવા મિત્રોએ સાથે મળી આજે કાંકરિયા ખાતે આવેલ દેશી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રાત્રે ૯.૦૦ કલાકે અમુલ ભટ્ટનો સત્કાર સમારોહ રાખેલ છે, મણીનગર વિધાનસભા વિસ્તારમાં રહેતા લોહાણા સમાજના જ્ઞાતિજનોને પધારવા માટે સમાજના જાગૃત યુવાનોએ અપીલ કરી છે.
આ સમારોહ આજે તા.૩૦.૧૧.૨૦૨૨ ને બુધવારના રોજ રાત્રે ૯.૦૦ કલાકે કાંકરિયા ખાતે આવેલ દેશી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાશે
Leave a Reply