ગુજરાતી સાહિત્ય પરિષદના વૃક્ષ છેદન બાબતે કીર્તિદા શાહ સામે પ્રચંડ બનતો વિરોધ : નવાજૂનીના એંધાણ

ગુજરાતી સાહિત્ય પરિષદના વૃક્ષ છેદન બાબતે કીર્તિદા શાહ સામે પ્રચંડ બનતો વિરોધ : નવાજૂનીના એંધાણ

Spread the love

ગુજરાતી સાહિત્ય પરિષદના વૃક્ષ છેદન બાબતે કીર્તિદા શાહ સામે પ્રચંડ બનતો વિરોધ : નવાજૂનીના એંધાણ

ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીનો પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે તેવા જ સમયે ગુજરાતી સાહિત્ય પરિષદમાં અગાઉ પદાધિકારી રહી ચુકેલા અને તેમના પદ અને હોદ્દાનો દુરુપયોગ કરી ગુજરાતી સાહિત્ય પરિષદ પરિષદમાં આવેલ વર્ષો જુનો વૃક્ષો કોઈની મંજૂરી વિના કાપી નખાવનાર કીર્તિદા શાહ જે તે સમયે યેનકેન પ્રકારે કાકલુદી કરી, વિનંતી કરી પોતાની સામેનો ગંભીર કહી શકાય તેવો વૃક્ષ છેદનનો કેસ દબાવી દીધો હતો અને નાટક પુરતું પોતાનું રાજીનામું આપી ભાગી છૂટ્યા હતા. આ વાતને હજી બે વર્ષનો સમય ગાળો પણ વીત્યો નથી ત્યાં ફરીથી એજ કીર્તિદા શાહ કોઈ પણ જાતની લાજ શરમ વગર ફરીથી ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. કીર્તિદા શાહે ઉમેદવારી નોંધાવી તે દિવસથી જ અનેક સાહિત્યના અગ્રણી વ્યક્તિઓ અને જાગૃત પત્રકારો દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અત્યારે જે રીતે વાતાવરણ બની રહ્યું છે તે જોતા કદાચ ચોક્કસ જ્ઞાતિગત મતોના આધારે કીર્તિદા શાહ જીતી પણ જાય તો આ વખતે તેમનું જેલ જવાનું નક્કી છે.

ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થી સમિતિની ચૂંટણીના અન્ય ઉમેદવાર હેમાંગ રાવલ વિરુદ્ધ કીર્તિદા શાહ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની ખબર સામે આવતા જ હેમાંગ રાવલના મિત્રો અને સમર્થકો દ્વારા ખુલ્લેઆમ કીર્તિદા શાહ વિરુદ્ધ લખાણ અને પોસ્ટરનું યુદ્ધ છેડવામાં આવ્યું છે. મીડિયામાં અનેક મિત્રોનું સમર્થન ધરાવનાર હેમાંગ રાવલ કીર્તિદા શાહે શરુ કરેલી રમત સામે લડી લેવાના મૂડમાં જાણાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં મોટા મીડિયા હાઉસ જો આ જૂની ઘટનામાં સામેલ થશે તો અનેક દબાવી દેવામાં આવેલા કૌભાંડ બહાર આવશે તેવી શક્યતાઓ પ્રબળ છે.

છેલ્લે એટલી વાત તો નક્કી છે કે ચૂંટણીનું પરિણામ ભલે ગમે તે આવે કીર્તિદા શાહ માટે આગામી સમય ખુબ કપરો હશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *