બહેરામપુરા વોર્ડના કોંગ્રેસી કોર્પોરેટર તસ્લીમ આલમ તીરમીઝી ખેડા જીલ્લાના કપડવંજ તાલુકામાંથી બોગસ ખેડૂત
બહેરામપુરા વોર્ડના કોંગ્રેસી કોર્પોરેટર તસ્લીમ આલમ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકામાંથી બોગસ ખેડૂત
ભાજપ સાથે મિલીભગતના કારણે ફરિયાદ નોંધવામાં તંત્રના ઠાગાઠૈયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત લગભગ તમામ ભાજપના નેતાઓ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓને ભાંડવામાં ક્યાય બાકી રાખતા નથી અને સિક્કાની બીજી બાજુ જોવામાં આવે તો આજ ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતાઓ સાથે ખાનગી સોદા બાજી કરી તેમને મનમાની અને ગુનાઈત કામો કરવાનો પરવાનો આપે છે અને આટલું ઓછું હોય તેમ આવા અસામાજિક અને માથાભરે તત્વો સામે સ્થાનિક તંત્ર ફરિયાદ પણ લેતું નથી.
અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના બહેરામપુરા વોર્ડના કોંગ્રેસી કોર્પોરેટર તસ્લીમ આલમ એક બાહુબલી નેતા માનવામાં આવે છે, તાજેતરમાં જ અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનમાં તેમના બે પુત્રો વિરુદ્ધ ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવા સબબ ગુનો નોંધાયેલ છે જેમાં તેમના બંને પુત્રો ફરાર છે, જેમાં પણ મૃતક વ્યક્તિના નામના ખોટા પાવર બનાવી દસ્તાવેજ કર્યો હોવાનું એફ.આઈ.આર.માં દર્શાવેલ છે .
બહેરામપુરા વોર્ડ કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકામાં આવેલ પુનાદરા ગામમાંથી ખોટી રીતે વારસાઈના આધારે ખેડૂત બન્યા હોવાનો આધારભૂત પુરાવા હોવા છતાં સ્થાનિક તલાટી, મામલતદાર, પ્રાંત અધિકારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી, તલાટી આર.ટી.આઈ.ના જવાબ આપતા નથી અને આ સમગ્ર મામલાની જાણ કપડવંજના ભાજપના ધારાસભ્યને કરતા તેઓએ પણ ભેદી મૌન ધારણ કરી લીધું હોઈ અહી પહેલી નજરે કોંગ્રેસી કોર્પોરેટરની ભાજપના નેતાઓ સાથે મિલીભગત હોવાની લાગી રહ્યું છે.
હવે જોવાનું એ રહે છે કે આ સમગ્ર મામલો પુરાવા સાથે ઉજાગર થયા બાદ સ્થાનિક તંત્ર આ કોર્પોરેટર સામે ગુનો નોંધી કોઈ પગલા ભરે છે કે ભીનું સંકેલી દે છે
Leave a Reply