દ્વારકા લોહાણા મહાજન વાડીનું ભવ્યાતિભવ્ય ખાતમહુરત અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુલાલના હસ્તે સંપન્ન : અનેક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ

દ્વારકા લોહાણા મહાજન વાડીનું ભવ્યાતિભવ્ય ખાતમહુરત અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુલાલના હસ્તે સંપન્ન : અનેક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ

ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ પવિત્ર નગરી દ્વારકા ખાતે શ્રી દ્વારકા લોહાણા મહાજન સંસ્થા દ્વારા લોહાણા મહાજનવાડીના નવનિર્માણ માટે ખાતમુહૂર્તનો અવસર તાજેતરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ અને અગ્રણી રાજકીય આગેવાન શ્રી જીતુભાઈ લાલના હસ્તે લોહાણા સમાજના અનેક નામાંકિત અગ્રીઓની ઉપસ્થિતિમાં દ્વારકાના વિદ્વાન પંડિતોના સાનિધ્યમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્તનો પ્રસંગ સંપન્ન થયો.

આ શુભ પ્રસંગે શ્રી દ્વારકા લોહાણા મહાજનના ટ્રસ્ટીશ્રીઓ ડો. નીતિનભાઈ બારાઈ, વકીલ સંજયભાઈ રાયઠઠા, જીતેશભાઈ દાવડા (મામા), હિરેનભાઈ ગોકાણી, તથા બારડી લોહાણા મહાજન પ્રમુખ તથા અગ્રણી ઉદ્યોગપતિ શ્રી દ્વારકદાસભાઈ રાયચુરા (મોટાભાઈ) ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમસ્ત હાલાર લોહાણા મહાજનના ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ, મંત્રી રમેશભાઈ દત્તાણી, ખજાનચી નિર્મલભાઈ સામાણી, સંગઠન મંત્રી ગિરીશભાઈ ગણાત્રા, જામનગર લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ મોદી, દ્વારકા નગરપાલિકા કારોબારી ચેરમેન પરેશભાઈ ઝાંખરીયા, દ્વારકા લોહાણા અગ્રણી ચંદુભાઈ બારાઈ, કે. જી. હિંડોચા, રમણભાઈ સામાણી, વામનભાઈ ગોકાણી અને ઈશ્વરભાઈ ઝાંખરીયા અને હાલાર પંથકના લોહાણા મહાજનના હોદેદારો તથા રઘુવંશી લોહાણા સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Leave a Reply