ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની આણંદ ખાતે સફળતાપૂર્વક મીટીંગ સંપન્ન : પ્રમુખ જીતુલાલના માર્ગદર્શન હેઠળ સમાજમાં પરિવર્તનની ની લાવી લહેર

ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની આણંદ ખાતે સફળતાપૂર્વક મીટીંગ સંપન્ન : પ્રમુખ જીતુલાલના માર્ગદર્શન હેઠળ સમાજમાં પરિવર્તનની ની લાવી લહેર

ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની આણંદ ખાતે સફળતાપૂર્વક મીટીંગ સંપન્ન : પ્રમુખ જીતુલાલના માર્ગદર્શન હેઠળ સમાજમાં પરિવર્તનની ની લાવી લહેર

રવિવારે તા.૫.૭.૨૦૨૬ ને રવિવારના રોજ આણંદ ખાતે ગુજરાત રઘુવંશી  લોહાણા સમાજના ઉપપ્રમુખ શ્રી અતુલભાઇ પાવાગઢીના અધ્યક્ષ સ્થાને ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની મધ્ય ઝોનની કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મધ્યઝોન, દક્ષીણ ઝોન સહીત ગુજરાતભરમાંથી અનેક નામાંકિત જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આણંદ પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબ,ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના ઉપપ્રમુખ શ્રી શૈલેશભાઈ સોનપાલ, ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ ઠક્કર ,ઉપપ્રમુખશ્રી હિમાંશુ ઠકકર  ,યુવા પ્રમુખ કલ્પેશભાઈ મૃગ, સુરત જિલ્લા પ્રમુખ શ્રી ચંદુભાઈ ખખ્ખર,તાપી વ્યારા પ્રમુખ શૈલેષભાઈ, આણંદ પ્રમુખ શ્રી રમણીકભાઇ, વડોદરા પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર ભાઈ, ભરૂચ અંકલેશ્વર  પ્રમુખ શ્રી નરેશભાઈ પૂજારા, વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ માખેચા, છોટાઉદેપુર  જિલ્લા પ્રમુખ અરવિંદભાઈ, ખેડા મહીસાગર જિલ્લા પ્રમુખ શ્રી મહેશભાઈ ઠક્કર, તેમજ મધ્ય ઝોન મહાપરીષદ પ્રભારી શ્રી મગનભાઈ, તેમજ મધ્ય ઝોન મહા પરિષદ પ્રમુખ પરેશભાઈ કારીયા, તેમજ દિલીપભાઈ ઠક્કર તારાપુરની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું , જેમાં મોટી સંખ્યામાં જીલ્લા ના હોદેદારો ઉપસ્થિત રહી મિટિંગ ને સફળ બનાવી હતી, તેમજ ખૂબ જ ઉત્સાહિત થઇ હાલમાં ચાલુ વસ્તી ગણતરી ના પ્રોજેક્ટ ને ઝડપી પૂર્ણ કરવામાં આવે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો, અને આગળ ની રણ નીતિની ચર્ચા કરવામાં આવી હતી.

જીતુલાલે પ્રમુખ બન્યા બાદ કામ કરી શકે અને સમાજને નવી દિશામાં લઇ જઈ શકે તેવા જ જ્ઞાતિ અગ્રણીઓને પદ અને હોદ્દા આપવાનું નક્કી કર્યું હોવાથી આગમી સમયમાં ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ખુબ જ પ્રગતી કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી, ગઈ કાલની મીટીંગમાં અતુલ પાવાગઢીની પીઢતા, તેમનો અનુભવ અને તેમના સ્વભાવના કારણે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રચંડ જય ઘોષ સાથે આગેકુચ કરવાનો નિર્ધાર કર્યો હતો.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *