પોશ ગણાતા નારણપુરા વિસ્તારમાં સ્પા.ની આડમાં દેહવિક્રયનો ધીકતો ધંધો
ગુજરાતની વર્તમાન સરકાર એક તરફ સબ સલામત અને વિકાસની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરના પોશ ગણતા શિક્ષિત વિસ્તારમાં સ્પા.ની આડમાં બે ટકાના લુખ્ખા અને ટપોરીઓ દ્વારા ખુલ્લેઆમ દેહવિક્રયનો કારોબાર કરવામાં આવી રહી હોવાની માહિતી સ્થાનિક સુતો પાસથી મળી રહી છે, સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ અનેક વખત આ સ્પા.માં ચાલી રહેલી દેહવિક્રયની કામગીરી બાબતે પોલીસમાં અરજી કરેલ હોવા છતાં આજદિન સુધી પોલીસ દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવેલ નથી. બે દિવસ અગાઉ તોફાની તાંડવ દ્વારા અંગે બ્રેકીંગ ન્યુઝ પ્રસારિત કરતા સ્પા.ના માલિક તરીકે પોતાની ઓળખાણ આપની ભાવિક શાહ નામના વ્યક્તિએ અખબારને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ વાતચીતમાં તેણે પોલીસ અને મીડિયાને માસિક હપ્તો હોવાની વાત કરી હતી, જો આ વાત સાચી હોય તો આવા સ્પા. સંચાલકો પાસેથી પૈસા લેનાર પોલીસ કર્મીઓ અને મીડિયા કર્મીઓની તપાસ કરી તમામ સામે ગુનો નોંધવો જોઈએ તેવી લોકલાગણી છે,
એક તરફ હિન્દુત્વની વાતો કરતી સરકારે અહી હિંદુ બેન દીકરીઓ પાસે દેહવિક્રયનો પરાણે અને લાચારીપૂર્વક તેમનો ઉપયોગ કરતો હોઈ તાત્કાલિક અસરથી આવા સ્પા બંધ થાય અને જવાબદાર તત્વો સામે પગલા ભરવામાં આવે તે ઇચ્છનીય છે.
Leave a Reply