સાવધાન લોહાણા સમાજ : સરસ્વતી સન્માન સમારોહ કે બકરા ફસાવ કાર્યક્રમ ? : નિષ્ફળ પ્રમુખનું નિમ્ન કક્ષાનું નાટક
સાવધાન લોહાણા સમાજ : સરસ્વતી સન્માન સમારોહ કે બકરા ફસાવ કાર્યક્રમ ? : નિષ્ફળ પ્રમુખનું નિમ્ન કક્ષાનું નાટક
લોહાણા સમાજની સર્વોચ્ચ કહેવાતી સંસ્થા શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા આગામી તા. ના રોજ અમદાવાદ ખાતે ‘સરસ્વતી સન્માન સમારોહ’નું આયોજન કરેલ છે, સંસ્થાના જણાવ્યા મુજબ ભારતભરના ૧૯૨ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. જયારે અહી સમાજના કેટલાક દિગ્ગજ વ્યક્તિઓના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ વર્તમાન પ્રમુખ સતીસ વિઠ્ઠલાણીની ચારે બાજુની ઘોર નિષ્ફળતા પર ઢાંક પીછોડો કરવા અને સમાજના શ્રીમંત લોકોને યેનકેન પ્રકારે ભરોસા અને વિશ્વાસમાં લઇ નાણાકીય રીતે ફસાવનાર ટોળકીના લાભાર્થે યોજાયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. લોહાણા મહાપરીષદ સાથે જોડાયેલા કેટલાક કાયદેસર અને ગેરકાયદેસર પદ અને હોદ્દા ભોગવતા લોકો દ્વારા નજીકના ભૂતકાળમાં જ સમાજના અનેક લોકોનો ભરોસો અને વિશ્વાસ કેળવી લાખો કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો જેમાં વારંવાર ઉઘરાણી છતાં નાણા પરત ના આપવા પડે તે માટે અગાઉથી તૈયાર રાખેલા એક બે છાપેલા કાટલાં જેવા આગેવાનોની મધ્યસ્થી દ્વારા પાણીના ભાવે ખરીદેલી ગ્રામિણ વિસ્તારની જમીન મૂળ કિંમત કરતા અનેક ઘણા વધુ ભાવે આપી સેટલમેન્ટ કર્યા હોવાનું જાણવા મળેલ છે. જેમાંથી એક બે કિસ્સા તો તોફાની તાંડવ અખબારમાં છપાયા બાદ પીડિત મહાનુભાવના નાણા તત્કાલ અસરથી પરત આવી ગયા હતા જેમાં પણ વ્યાજનું નુકશાન ચોક્કસ ખાવું પડ્યું હતું.
લોહાણા મહાપરીષદની વાત કરવામાં આવે તો વિશ્વના તમામ લોહાણા મહાજનોની બનેલી સંસ્થા એટલે શ્રી લોહાણા મહાપરીષદ જેનું મુખ્ય કામ સમાજમાં એકતા કરવાનું, સમાજના જરૂરિયાત મંદ પરિવારોને આરોગ્ય સહાય, શૈક્ષણિક સહાય કરવાનું, મહાજનો વચ્ચેનો સેતુ બની સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કામ કરવાનું તેના બદલે હવે લોહાણા મહાપરીષદની હાલત એવી છે કે મહાજનમાં જેને કોઈ ઓળખતું પણ ના હોય તેવા લોકોને લોહાણા મહાપરીષદમાં પદ અને હોદ્દા આપી દીધા છે, લોકશાહીનું ગળું દબાવી અહી નમાલી વરણી પદ્ધતિ દાખલ કરવામાં આવી છે અને વરણી સમિતિની ભરતી પણ પ્રમુખ પોતે જ કરે એટલે આગમી પ્રમુખ કોને બનાવવા તે પણ વર્તમાન પ્રમુખ અને તેમના મળતિયા જ નક્કી કરે અને આટલું ઓછું હોય તેમ હદ તો ત્યારે થાય છે જયારે લોહાણા મહાપરીષદના નામ અને તેના પદનો ઉપયોગ કરી પ્રમુખ પોતે એક ખાનગી કંપની બનાવે છે અને સમાજની આંખમાં ધોળે દિવસે ધૂળ નાખી કરોડો રૂપિયાનો વેપલો કરે છે અને એ કંપનીમાં થયેલા નફામાંથી જાણે સમાજને ભીખ આપતા હોય તેમ સાવ મામુલી રકમ દાન કહીને લોહાણા મહાપરીષદને આપે છે. સમાજના વરિષ્ઠ આગેવાનોના જણાવ્યા મુજબ આ ભાગબટાઈ માં પૂર્વ પ્રમુખ, વર્તમાન પ્રમુખ, એક ટ્રસ્ટી અને એક બની બેઠેલા ટ્રસ્ટીની મિલીભગત છે.
આ અંગે માહિતી આપનારે પોતાનું નામ નહી જાહેર કરવાની શરતે જણાવ્યું છે કે, લોહાણા સમાજના એક ઉચ્ચ પદ ઉપર રહેનાર મહાનુભાવ દ્વારા નજીકના ભૂતકાળમાં સંસ્થાના પ્રમુખની રુએ ત્યાં જાય ત્યાં સમાજના સુખી સંપન્ન લોકોને ટાર્ગેટ કરી યેનકેન પ્રકારે તેમને ભરોસો અને વિશ્વાસ આપી અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા, જેમાંથી અનેક લોકોના નાણા હજી આજે પણ પરત કરેલ નથી. જો આ બધી હકીકત સમાજનો સામાન્ય વ્યક્તિ જાણતો હોય તો લોહાણા મહાપરીષદના પ્રમુખ નહી જાણતા હોય .? અને જો જાણતા હોવા છતાં તેઓ મૌન હોય તો તેનો સીધો અર્થ થાય કે આવા ઠગાઈ કાંડમાં તેમનો પણ ક્યાંક ભાગ કે હિસ્સો હોવો જોઈએ.
શ્રી લોહાણા મહાપરીષદનો ઈતિહાસ જોવામાં આવે તો સો વર્ષ કરતા જૂની આ સંસ્થા માટે લોહાણા સમાજના અનેક આગેવાનોએ પોતાના જીવનના અનેક વર્ષો હોમી સંસ્થાને વિશાળ બનાવવાનું ભગીરથ કાર્ય કરેલ છે,જેમાં છગન બાપા અને હિન્ડોચા બાપા નામના આગેવાને જીવન પર્યન્ત મહાપરીષદના માધ્યમથી સમાજને એક કરવા માટે પગમાં ચપ્પલ સુદ્ધા પહેર્યા નહોતા એ સંસ્થાના પદ ઉપર બિરાજમાન લોકો આજે સમાજના નિર્દોષ લોકોને છેતરીને નાણા પડાવે ત્યારે જે મહાનુભાવોએ આ સંસ્થા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે તેમનો આત્મા આજે ચોક્કસ વૈકુંઠમાં આંસુ સારતો હશે તે નક્કી છે.
Leave a Reply