ગુનેગારોને પણ શરમાવે પદ્ધતિથી ઠગાઈ કરી રહેલા જલારામ સો મિલના સંચાલકો : અનેક ખેડૂતોની જમીન પડાવી લીધી હોવાની ઉઠેલી ફરિયાદ

ગુનેગારોને પણ શરમાવે પદ્ધતિથી ઠગાઈ કરી રહેલા જલારામ સો મિલના સંચાલકો : અનેક ખેડૂતોની જમીન પડાવી લીધી હોવાની ઉઠેલી ફરિયાદ
તાજેતરમાં વડોદરા જીલ્લાના ડભોઇ પોલીસ સ્ટેશનમાં કેનેડાના ટોરેન્ટો ખાતે રહેતા એન.આર.આઈ.ભારતીય શ્રી સૃહદકુમાર ચંદ્રકાન્તભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ અમદાવાદના જસોદાનગર ખાતે આવેલ જય જલારામ સો મિલના ભાગીદારોએ સાંઠગાંઠ કરી, મેળાપીંપણું કરી , આયોજનબદ્ધ રીતે તેમની સાથે વિશ્વાસઘાત કરી કેનેડાથી ૧૪૪ કન્ટેનર લાકડું ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર મંગાવ્યું હતું, જેમાં ૬૦ દિવસમાં પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી દેવાનું નક્કી થયેલ હતું, નક્કી થયા મુજબ ગત તા. ૩૧.૧.૨૦૨૪ ના રોજ ૧૪૪ કન્ટેનર લાકડું મોકલી આપવામાં આવ્યું હતું, જેને ગુનામાં નોંધાયેલ જય જલારામ સો મિલના ભાગીદારોએ છોડાવી લીધું હતું અને બજારમાં તને વેચી દીધું હતું, પરંતુ નક્કી કાર્ય મુજબ પેમેન્ટ ચુકવ્યું ન હતું, તેમણે માત્ર આઠ કન્ટેનરના બીલ પેટે ૧.૦૬ કરોડ ચૂકવી દીધા હતા અને બાકીના ૧૩૬ કન્ટેનરના રૂપિયા ૬.૧૮ કરોડ રૂપિયા આજદિન સુધી ચૂકવી આપેલ નથી. વારંવાર ખોટા વાયદાથી કંટાળી આખરે સૃહાદ્કુમાર ચંદ્રકાંતભાઈ પટેલે પોતાના મૂળ વતન ડભોઈના ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાવેલ છે. ફરિયાદમાં નોંધાયેલ આરોપીઓના નામ નીચે મુજબા છે.
૧.અરજણભાઈ કરશનભાઈ પટેલ
૨.શંકરભાઈ કરશનભાઈ પટેલ
૩.બાબુભાઈ કરશનભાઈ પટેલ
૪.ચેતન બાબુભાઈ પટેલ
(ઉપરોક્ત તમામ રહેવાસી, જસોદાનગર , અમદાવાદ )
૫.નીરવ પરાગભાઈ પટેલ
૬.પરાગ બાબુભાઈ પટેલ
(ઉપરોક્ત બંને રહેવાસી, નમન એપાર્ટમેન્ટ, સેટેલાઈટ, અમદાવાદ
આ સમાચાર પ્રસિદ્ધ થતાની સાથે જ આ કામના આરોપીઓ એ અમદાવાદ આસપાસ વિસ્તારમાં અગાઉ કરેલા અનેક કૌભાંડના સામે આવ્યા છે, જેમાં સ્થાનિક વ્યક્તિઓના જણાવ્યા મુજબ આ વ્યક્તિઓ સુવ્યસ્થિત રીતે ટોળકી બનાવી , આયોજનબદ્ધ રીતે નાણાકીય છેતરપીડી કરવાની ટેવ વાળી છે. ચેતન બાબુભાઈ પટેલે અગાઉ પણ અમદાવદના ગીતામંદિર ખાતે આવેલ લાટી બજારમાં એક કરોડ કરતા વધુ રકમનો વેપારીઓને ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. એ સિવાય અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માંથી પણ કેમિકલનો કરોડો રૂપિયાનો માલ લઇ, બરોબર વેચી રોકડી કરી માલનું પેમેન્ટ ના કર્યું હોવાની માહિતી સામે આવી છે.
ઉપરોક્ત આરોપીઓ એક બીજાના નજીકના સગા થાય છે, ક્યાંક કાકા ભત્રીજા, ક્યાંક પિતરાઈ ભાઈ તો ક્યાંક સાળા બનેવીના સંબંધીઓ છે. આ આરોપીઓ અમદાવાદ આસપાસના વિસતારોમાં ગરીબ અને અભણ ખેડૂતોની કરોડોની જમીન પણ ચાલાકી કરી પુરા પૈસા ચૂકવાયા વિના પડાવી લેતા હોવાનું સામે આવ્યું છે.
તોફાની તાંડવ અખબાર એક જવાબદાર અખબાર બની આરોપીએ અગાઉ કરેલા તમામ કૌભાંડની સમગ્ર માહિતી ડભોઇ પોલીસને આપી આ કેસમાં તમામ આરોપીઓ સામે સબક મળે તેવા પગલા ભારે તે માટે સહાયરૂપ થશે. અહી આશ્ચર્યજનક માહિતી એવી મળી છે કે ઉપરોક્ત આરોપીના અન્ય કુટુંબી રમેશ પટેલ (રમેશ લીંબાણી) સ્થાનિક પોલીસ સાથે સાંઠગાંઠ કરી નાનામોટા કેસમાં આરોપીને હમેશા મદદગાર થતા રહે છે. આ કેસમાં પણ આરોપીઓએ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હોવાની આધાભૂત માહિતી પ્રાપ્ત થઇ છે ત્યારે આવો ગુનેગારોને કયા સ્થાનિક પી.આઈ.મદદ કરી રહ્યા છે તે પણ એક આગવી તપાસનો વિષય બને છે.
Leave a Reply