Gujarat

ભયભીત ભાજપનો અસલી ચહેરો આવ્યો સામે : ગોપાલ ઇટાલીયાની દિલ્હીમાં અટકાયત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવામાં ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે બીજી તરફ આ વખત ચૂંટણી જંગ જીતવા તમામ રાજકીય પક્ષો કમરકસી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં તમામ મોરચે સદંતર નિષ્ફળ ગયો છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય કે ગૃહ વિભાગ હોય બધી જ જગ્યાએ સરકાર સામે વિરોધ જોવા મળી રહ્યો...

રઘુવંશી ક્રાંતિ મંચની નકલ કરતા લોહાણા મહાપરીષદના પ્રમુખ : સમાજમાં મજાકનો વિષય બન્યા

લોહાણા સમાજના રાજકીય અગ્રણી વ્યક્તિઓની વર્ષોથી થઇ રહેલી ઉપેક્ષાને કારણે લોહાણા સમાજના જાગૃત વ્યક્તિઓ દ્વારા થોડા મહિનાઓ અગાઉ રઘુવંશી ક્રાંતિ મંચ નામની સંસ્થા બનાવવામાં આવી હતી, ખુબ જ ટૂંકા ગાળામાં પોતાની મજબૂત અને મક્કમ વિચારધારાના કારણે આજે રઘુવંશી ક્રાંતિ મંચની નોંધ દરેક રાજકીય પક્ષો લઇ રહ્યા છે. જે પ્રત્યેક રઘુવંશી લોહાણા સમાજના જ્ઞાતિજનો માટે...

ભાજપના રાજમાં ટ્રેનના એન્જીન પણ તકલાદી : વંદે ભારત એક્સપ્રેસ સામાન્ય અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત

[vc_row][vc_column][vc_column_text][/vc_column_text][vc_column_text]તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે જે ટ્રેનનું ખુબ જ ધામધૂમ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદના મણીનગર રેલ્વે સ્ટેશન નજીક સામાન્ય અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થઇ જવા પામી છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે જે ટ્રેનના જાહેરાતમાં કરોડો રૂપિયા ખર્ચ કર્યો હોય અને જેની ટીકીટ પણ સામાન્ય...

પાલડી વાસણા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અને પાણીચોરોનો ગોડફાધર કોણ…? : જનતા પૂછે છે સવાલ

અમદાવાદના એલીસબ્રીજ વિસ્તારમાં આવેલ પાલડી અને વાસણા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર અને ગલીઓમાં અનેક ગેરકાયદેસર બાંધકામ કોઈ પણ જાતના કાયદાના ડર કે ખોફ વિના ઉભા છે અને આશ્ચર્ય અને નવાઈ એ વાતની છે કે ખુદ ભારતીય જનતા પક્ષના નેતાઓ જ તેમને રક્ષણ આપી રહ્યા છે. પાલડી વાસણા વિસ્તારમાં અનેક હોટેલ, રેસ્ટોરન્ટ,જીમ્નેશીયમ અને ખાણીપીણીની દુકાનો નીતિનિયમ...

અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજની નવી ઓફિસનું રવિવારે ઉદ્ઘાટન : દિલીપદાસજી મહારાજ કરશે ઉદ્ઘાટન

અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજની નવી ઓફિસનું ઉદ્ઘાટન રવિવાર તા.૨.૧૦.૨૦૨૨ ના રોજ સાંજે ૫.૦૦ રાખેલ છે, સંસ્થાના પ્રમુખશ્રી ભરતભાઈ માવાણીએ આપેલી માહિતી મુજબ અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરના ગાદીપતિ શ્રી દિલીપદાસજી મહારાજના વરદ હસ્તે આ નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અમદાવાદ પૂર્વમાં આવેલ નેશનલ હાઈવે ઉપર આવેલ ખોડીયાર નગર-બાપુનગર ખાતે આવેલ પટેલ ચેમ્બેર્સ ખાતે નવી ઓફીસનું ઉદ્ઘાટન...

દરિયાપુર તંબુ ચોકીની દીવાલે ખુલ્લેઆમ ચાલી રહેલો વરલી મટકાનો જુગાર

  https://tofanitandav.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Video-2022-09-27-at-19.10.20.mp4 અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને સરકારના બધા જ દાવા અહી પોકળ સાબિત થઇ રહ્યા છે. સ્થાનિક યુવક દ્વારા જાહેર કરાયેલ વિડીઓ બતાવે છે કે દરિયાપુર વિસ્તારમાં આવેલ તંબુ ચોકીની દીવાલ પાસે જ એક ઉભી રહેલી રીક્ષામાં બિન્દાસ અને બેખોફ પણે વરલી મટકાનું બેટિંગ લેવામાં આવી રહ્યું છે. ગુજરાતના ગૃહ મંત્રી...

મણીનગર વિધાનસભા માટે કોંગ્રસમાંથી જ્યોર્જ ડાયસની મજબૂત દાવેદારી : જ્યોર્જના સમર્થનમાં અનેક સમાજ અગ્રણીઓ

મણીનગર વિધાનસભા એટલે વર્ષોથી ભારતીય જનતા પક્ષનો ગઢ માનવામાં આવે છે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ અહી ધારાસભ્ય રહી ચુક્યા છે, અત્યારે હાલ પણ મણીનગર વિધાનસભા સીટ ભારતીય જનતા પક્ષના નામે છે પરંતુ આગામી વિધાનસભા ચૂંટણીમાં અહી આમ આદમી પાર્ટી હાર જીતનું ગણિત બગાડી શકે તેમ છે. મળી રહેલી માહિતી મુજબ પૂર્વ કોર્પોરેટર અને વિદ્યાથી...

રોડ રસ્તાના નામ બદલી વટવામાં વિકાસની સદી બતાવતા પ્રદીપસિંહ જાડેજા : સોશિયલ મીડિયા પર ફ્લોપ શો

વટવા વિસ્તારના ધારાસભ્ય પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને એ વાતનો અંદેશો આવી ગયો છે કે આ વખતે ભારતીય જનતા પક્ષ તેમની ઉપર લાગેલા ગંભીર આક્ષેપો, નબળી કામગીરી અને સ્થાનિક કક્ષાએ વિરોધના કારણે તેમને ટીકીટ નહી ફાળવે તેની સામે પાંચ વર્ષ દરમ્યાન કોઈ નક્કર કામગીરી નહી કરી શકનાર પૂર્વ ગ્રુહ મંત્રી હાલ વટવા વિસ્તારમાં રોડ,રસ્તા...

નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો છતાં વટવાથી ચૂંટણી લડવા પ્રદીપસિંહ મક્કમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરવાજે આવીને ઉભી છે ત્યારે દરેક રાજકીય પક્ષના આગેવાનો પોતાને ટીકીટ મળે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, જે ક્યારેય પોતાના મતવિસ્તારમાં દેખાયા ના હોય તેવા નેતાઓ પણ હવે ગરીબ અને મધ્યમવર્ગની સોસાયટીઓમાં આંટાફેરા મારી રહ્યા છે. આવો જ કઈક માહોલ અત્યારે વટવા વિધાનસભા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારમાં...

અમદાવાદ નિર્ણયનગર ખાતે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા આગમી જલારામ જયંતીની ઉજવણી બાબતે મીટીંગ સંપન્ન

ગઈકાલે ગુરુવારે સાંજે ૭ વાગે અમદાવાદના નિર્ણયનગર ખાતે આવેલ જલારામ બાપાના મંદિર ખાતે રઘુવંશી ક્રાંતિ મંચના અમદાવાદના પદાધિકારીઓ સાથે મળી આગામી જલારામ જયંતિની ઉજવણી બાબતે ચર્ચા વિચારણા કરી હતી સાથે પૂ.બાપાની પૂજા આરતી કરી સૌએ સાથે પ્રસાદ લીધો હતો. અમદાવાદના નિર્ણયનગર ખાતે રઘુવંશી ક્રાંતિ મંચના મહામંત્રી શ્રી હેમંતભાઈ ઠક્કર (મુન્નભાઈ) દ્વારા પોતાના માતૃશ્રીની યાદમાં જલારામ...