રાજેન્દ્ર મજીઠીયાની આણંદ-વિદ્યાનગર જલારામ લોહાણા છાત્રાલયમાં પુનઃ પ્રમુખ તરીકે વરણી
આણંદ વિદ્યાનગર ખાતે આવેલ જલારામ લોહાણા છાત્રાલયમાં ગઈ કાલે મળેલી ટ્રસ્ટ બોર્ડની મીટીંગમાં અમદાવાદના નામાંકિત મજીઠીયા પરિવારના શ્રી રાજેન્દ્ર મજીઠીયાને પુનઃ પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. દિવંગત અગ્રણી શ્રી કે.આઈ.ઠક્કરના અવસાન પછી આ ટ્રસ્ટની પ્રથમ મીટીંગ મળી હતી, જેમાં સંસ્થાના વિકાસને વેગવંતો બનાવવા અને પ્રમુખના હાથ મજબૂત કરવા બે ઉપપ્રમુખ બનાવવાનું નક્કી કર્યું...